હળવદના રાયસંગપર ગામના દુષ્કર્મ કેસમાં કૌટુંબિક માસાને દસ વર્ષની કેદ 

- text


વર્ષ 2015ના કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ચુકાદો અપાયો : 27 દસ્તાવેજી પુરાવા અને 15 મૌખિક પુરાવાને ધ્યાને લઈ ચુકાદો અપાયો

મોરબી : હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં સગીરાને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારી અવાર નવાર પરેશાન કરનાર કૌટુંબિક માસાને મોરબીની નામદાર સ્પેશિયલ પોક્સો અદાલત દ્વારા દોષિત ઠેરવી અલગ અલગ કલમો મુજબ દસ વર્ષની કેદ અને 18 હજારનો દંડ ફટકારી દંડની રકમ ઉપરાંત ભોગ બનનારને 1.20 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો વર્ષ 2015માં હળવદ તાલુકાના રાયસંગપર ગામના સુરેશ મગનભાઈ રંગાડીયાએ કૌટુંબિક ભાણેજ એવી સગીરાને બાઇક ઉપર ઉઠાવી જઈ કપાસ વાવેલા ખેતરમાં દુષ્કર્મ ગુજારી અવાર નવાર પરેશાન કરી જો આ વાત કોઈને કહેશે તો સગીરાના ભાઈને મારી નાખવા ધમકી અપાતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને હળવદ પોલીસે આઇપીસી કલમ 363,366, 376(2), 506 (2) તેમજ પોક્સો કલમ 3(એ)4 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

જે અંગેનો કેસ મોરબીની નામદાર સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા 27 દસ્તાવેજી પુરાવા અને 15 મૌખિક પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ એસ.સી.દવેની ધારદાર દલીલો ધ્યાને લઈ જજ શ્રી ડી.પી.મહીડા સાહેબે આરોપી સુરેશ મગનભાઈ રંગાડીયાને તકસીરવાન ઠેરવી 363 અન્વયે 3 વર્ષની સખ્ત કેદ અને 3000નો દંડ, 366 અન્વયે પાંચ વર્ષની સખ્ત કેદ અને 5000 રૂપિયા દંડ તેમજ 376(2), તેમજ પોક્સો કલમ 3(એ)4 અન્વયે 10 હજરની કેદ અને 10 હજાર રૂપિયા દંડ ફટકારતો હુકમ કરી ભોગ બનનારને 1 લાખ ઉપરાંત આરોપીને કરેલા દંડ પૈકી 20 હજાર મળી 1.20 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

- text