મોરબી ખાતે સંસ્કૃત ભારતીનો સંભાષણ વર્ગ સંપન્ન

- text


65 સંસ્કૃત અનુરાગીઓએ ભાગ લીધો

મોરબી : સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતીય સંસ્કૃત પ્રબોધન વર્ગ તા.30/10/22, રવિવાર થી તા. 4/11/22, શુક્રવાર દરમિયાન મોરબી મુકામે સર્વોપરી સંકુલ-ભરતનગર ખાતે યોજાયો હતો.

8 શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણકાર્ય, 7 પ્રબંધકો દ્વારા વ્યવસ્થા, પ્રાંત અધ્યક્ષ (ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ) જયશંકરભાઈ રાવલજી સહિત 10 સંસ્કૃત ભારતી અધિકારીના માર્ગદર્શન અને 65 સંસ્કૃત અનુરાગીઓની સંસ્કૃત શિખવાની ઉત્કંઠનાથી વર્ગ સાર્થક રીતે સફળ રહ્યો હતો. આ વર્ગમાં સવારના 6:30 વાગ્યે એકાત્મક સ્તોત્ર-પ્રાણાયામ ત્યારબાદ અલ્પાહાર,બપોર સુધી સંસ્કૃત અભ્યાસ,ભોજન-વિશ્રાંતિ, ફરી સંસ્કૃત અભ્યાસ, સાંજે સંસ્કૃત રમતો, રાત્રે ભોજન બાદ અલગ અલગ સંસ્કૃત આધારિત કાર્યક્રમો જેમાં સંસ્કૃત ગીત સ્પર્ધા, પ્રશ્નમંચ, હાસ્ય કણિકા, નાટક વગેરે અને 10 વાગ્યે રાત્રે દીપનીમિલન આ પ્રકારે પાંચ દિવસમાં ખુબ સુંદર રીતે સંસ્કૃત સંભાષણ વર્ગ સંપન્ન થયો હતો.

65 જેટલા શિક્ષાર્થીઓ સંસ્કૃતમાં સંભાષણ કરતા થયા. આ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા સાહેબ તેમજ સંસ્કૃત ભારતી મોરબીના અધ્યક્ષ વિપુલભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ગના સમાપન કાર્યક્રમમાં સંઘ વિભાગ કાર્યવાહ વિપુલભાઈ અઘારા અને સર્વોપરી સંકુલના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢિયા હાજર રહ્યા હતા. તા.31ના રોજ વર્ગમાં ઉપસ્થિત તમામ સંસ્કૃત અનુરાગી દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના હતભાગીઓને સ્મૃતિ-શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

તા. 6 થી 8 નવેમ્બર દરમિયાન સંસ્કૃત ભારતી દ્વારા સમાલખા (પાનિપત-હરિયાણા) ખાતે અખિલ ભારતીય મહિલા ગોષ્ઠિ અને સંમેલન યોજાઈ રહ્યો છે જેમાં મોરબીથી પાંચ બહેનો કૃપાનીબેન ભટ્ટ, ઉષાબેન પંડ્યા, પલ્લવીબેન કણસાગરા, સીમાબેન શુક્લ, નિમુબેન હડિયલ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રતિનિધિત્વ સાથે અખિલ ભારતીય મહિલા સંમેલનમાં સંમેલિત થઈ રહ્યા છે.

- text

- text