મોરબીના ગાંધીચોક અને માધાપરમાં બે વરલી ભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધીચોક અને માધાપર વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વીગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગાંધીચોકમાંથી મોસીન ઉર્ફે મોસલો રહીમભાઈ દલને વરલી મટકા રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 270 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં માધાપર શેરી નંબર 24 પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ગોપાલભાઈ જલાભાઈ ખીટને રોકડા રૂપિયા 300 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text