ઝૂલતા પૂલ દુર્ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે આનંદી સંસ્થા પ્રેરિત સંગઠનોએ આવેદન આપ્યું

- text


આનંદી પ્રેરિત માળીયા મહિલા શક્તિ સંગઠને કલેકટરને આવેદન આપી દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા ઉપરાંત માળીયા તાલુકાના ગરીબ કુટુંબોને બાજરી વિતરણનો લાભ આપવાની પણ માંગ કરી

મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી ન થવા સામે ભારે ઉહાપોહ મચી ગયો છે. ત્યારે આનંદી પ્રેરિત માળીયા મહિલા શક્તિ સંગઠને કલેકટરને આવેદન આપીને પુલ દુર્ઘટનાના સાચા દોષિત સામે કાર્યવાહી કરવા અને નિર્દોષ મજૂરોને છોડી મુકવાની માંગ કરી છે. આ ઉપરાંત સરકારની અન્ન પુરવઠા યોજના હેઠળ માળીયાના ગરીબ કુટુંબોને બાજરી વિતરણનો લાભ આપવાની માંગ કરી છે.

આનંદી પ્રેરિત માળીયા મહિલા શક્તિ સંગઠને કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે મોરબીની પુલ હોનરાતમાં ઓરવા કંપની અને સંબધિત તંત્રની સૌથી મોટી બેદરકારી જગજાહેર હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. આવા જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ આદિવાસી મજૂરોને પકડીને કાર્યવાહી કરવામાં આવે તે કોઈ કાળે વાજબી નથી. આથી આ દુર્ઘટના ખરેખર જવાબદાર કંપની અને સત્તાધીશો સામે કાનૂની રાહે કાર્યવાહી કરવા તેમજ નિર્દોષ મજૂરોને છોડી મુકવાની માંગ કરી હતી. આ ઉપરાંત માળીયા તાલુકા મહિલા શક્તિ સંગઠન દ્વારા નાના ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તે માટે તેમને ખેતી અંગે સતત પ્રોત્સાહન અને જરૂરી સહાય કરવામાં આવે છે અને મહિલા ખેડૂતો પણ પગભર બને તેવા પણ પ્રયાસો કરવામાં આવે છે. જો કે હાલ અન્નમાં મોટાભાગે બાજરીનો વધુ ઉપયોગ થાય છે અને બાજરીની ખેતી પણ સારી થતી હોવાથી અન્ય જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને અન્નમાં બાજરીનું વિતરણ કરવાનું આયોજન થયું હોય ત્યારે માળીયાના તમામ વર્ગના ગરીબ રેશનકાર્ડ ધારકોને પણ બાજરી વિતરણનો લાભ આપવાની માંગ કરી છે. આથો મોરબી જિલ્લાના માળીયા તાલુકાના એનએફએસએ હેઠળ તમામ ગરીબ સમુદાયના લોકોને રેશનકાર્ડમાં બાજરી વિતરણનો લાભ આપવા તેમજ આ મહિલા સંગઠને માળીયા તાલુકામાં અગરિયા, માછીમાર સહિતના ગરીબ સમુદાય સાથે વિવિધ કિશાન દિન સહિતની ઉજવણી કરી તેમણે સરકાર તરફથી તમામ લાભો આપવાની માંગ કરી છે.

- text

- text