મોરબીમાં દિવાળીની રાત્રે ફટાકડાને કારણે છથી વધુ સ્થળે આગ લાગી

- text


મોટાભાગના ઘાસ અને કચરામાં જ આગ લાગી હોવાથી કોઈ મોટી નુકસાની નહિ : ફાયર બ્રિગ્રેડે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને તમામ જગ્યાએ આગ બુઝાવી નાખી

મોરબી : મોરબીમાં દિવાળીની રાત્રે રીતસરના ફટાકડાની આતિષબાજી થતા અમુક જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા. જો કે મોટાભાગના ઘાસ અને કચરામાં જ આગ લાગી હોવાથી ફાયર બ્રિગ્રેડે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવી નાખતા સદભાગ્યે મોટી જાનહાની કે દુર્ઘટના સર્જાઈ નથી.

- text

મોરબીમાં ગઈકાલે દિવાળીની રાત્રે ફટકડાથી લાગતી આગ બુઝાવવા ચાર ફાયર ફાયટર સાથે 25 ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ અલગ અલગ સ્થળે સ્ટેન્ડ બાય રહ્યો હતો.દરમિયાન દિવાળીની રાત્રે ફટાકડાથી છથી વધુ સ્થળે સામાન્ય આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગ્રેડના જણાવ્યા મુજબ દિવાળીની રાત્રે ફટાકડાના તણખા ઉડવાથી રવાપર રોડ કાલિકા પ્લોટ એ.જે કંપની સામે તેમજ મામા ફટાકડા સ્ટોલની સામે આવેલ વંડામાં પડેલા કચરામાં, લજાઈ ગામે નસીતપર કાનાભાઈ કોઠારીયાના ઘરે કડબ એટલે ઘાસનો જથ્થો સળગ્યો, રવાપર રોડ નીલકંઠ વિદ્યાલય પાસેની ગૌતમ સોસાયટીમાં આવેલ વંડામાં પડેલા કચરામાં, આલાપ રોડ ભંભોડીની વાડી પાસે કચરામાં, દરિયાલાલ મંગલ ભવન ચોક દરગાહ પાસે કચરામાં, સામાકાંઠે કુળદેવી પાન પાસે રામકૃષ્ણનગરમાં કચરામાં આગ લાગી હતી. આ તમામ જગ્યાએ ફાયર બ્રિગ્રેડની ટીમે તાકીદે દોડી જઈને આગને કાબુમાં કરી હોવાનું ફાયર બ્રિગ્રેડે જણાવ્યું હતું.

- text