દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને ટ્રાફિક પોલીસે દંડની જગ્યાએ ગુલાબના ફૂલ આપ્યા

- text


દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને ટ્રાફિક દંડ ન કરવાની ગૃહમંત્રીની સૂચના બાદ મોરબી ટ્રાફિક પોલીસે નવતર પેહલ સાથે ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો

મોરબી : દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને ટ્રાફિક દંડ ન કરવાની ગૃહમંત્રી સૂચના બાદ મોરબી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તેહવારોમાં ટ્રાફિક નિયમન જાળવવાની સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવાની જગ્યાએ તેમને ગુલાબના ફુલ આપીને ટ્રાફિક નિયમો પાળવા વિનંતી કરી હતી.

આ અંગે મોરબી શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ તમામ ટ્રાફીક પોલીસ દ્વારા મોરબીમાં વાહન ચાલકોને દંડની બદલે ગુલાબના ફૂલ આપીને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવી હતી. જેમાં મોરબી શહેર વિસ્તારમાં ટ્રાફિક પીએસઆઈ ડી. બી. ઠક્કર તથા તેમની ટીમ દ્વારા મોરબી શહેર વિસ્તાર ટ્રાફિક ના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોનું ફૂલ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવાની સમજ આપી ટ્રાફિક અવેરનેસ બાબતે સચેત કરવાની સમજ આપવામાં આવી હતી.

- text

- text