બંધ પડેલી અર્ટિકા કાર પાછળ ઉભેલા યુવાનનું આઇસર હડફેટે મૃત્યુ

- text


કચ્છ માળીયા હાઇવે ઉપર દેવસોલ્ટ નજીક બનેલો બનાવ

મોરબી : માળીયા – કચ્છ હાઇવે ઉપર દેવ સોલ્ટ નજીક રોડ ઉપર બંધ પડેલી અર્ટિકા કાર પાછળ ઉભેલા હળવદ તાલુકાના ચરાડવા ગામના યુવાનને આઇસર ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા કચ્છ હાઇવે ઉપર ફરિયાદી ઠાકરશીભાઈ મુળજીભાઈ ચાવડાની અર્ટિકા કાર બંધ પડી જતા કાર પાછળ ઉભેલા તેમના પુત્ર વિજયભાઈ ઉ.25ને આઇસર ટ્રક નંબર જીજે – 23 – એક્સ – 4242ના ચાલકે કાર પાછળ ઉભેલા વિજયભાઈને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે ઠાકરશી ચાવડાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text