વાંકાનેર : લાલપર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની હર્ષભેર ઉજવણી

- text


વાંકાનેર : લાલપર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની તાજેતરમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાની સ્થાપના 1955માં થઈ હતી. જેના 67 વર્ષ બાદ પ્રથમ વખત શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે શાળાની શરૂઆત થઈ તે સમયે શાળામાં પ્રવેશ મેળવેલ તેવા પ્રથમ ત્રણ વિદ્યાર્થી જે હાલ ગામમાં હયાત છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

સાથે સાથે ગામનો જ વિદ્યાર્થી શેરસિયા અયાજ જેણે આ વર્ષે નીટની પરીક્ષામાં 610 ગુણ પ્રાપ્ત કર્યા છે જેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ અવસરે ગામના સરપંચ, સહકારી મંડળીના સભ્યો, એસ.એમ.સીના સભ્યો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ ક્રાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પ્રજાપતિ સુરેશકુમાર અને સાથી શિક્ષકમિત્રો નિઝામુદ્દીનભાઈ શેરસીયા, પંકજભાઈ અને સમીરભાઈએ જહેમત ઉઠાવી હતી.

- text

- text