જીએસટી ઇન્સ્પેક્ટર દ્વારા પંચાસીયા પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર સેટની ભેટ

- text


વાંકાનેર: પાંચદ્વારકાના વતની અને જીએસટી ઇન્સ્પેક્ટર બાદી નજરૂદ્દીનભાઈ અલીભાઇ દ્વારા પંચાસીયા પ્રાથમિક શાળાને અંદાજે 22000 રૂપિયાની કિંમતનો કોમ્પ્યુટર સેટ શિક્ષણ હેતુ માટે ભેટ આપવામાં આવ્યો છે.

- text

પંચાસીયા ગામના રહીશ બાદી ઈલિયાસ અબ્દુલભાઈની પ્રેરણાથી બાધી નજરુદ્દીનભાઈએ પંચાસીયા ગામની શાળામાં આ કોમ્પ્યુટર સેટ ભેટમાં આપ્યો છે. ત્યારે આ તકે પંચાસીયા પ્રાથમિક શાળા પરિવાર અને એસ.એમ.સી. પંચાસીયા દ્વારા બાદી નજરૂદ્દીનભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text