મોરબી અપડેટ દ્વારા કાલે ગુરુવારે રંગોળી અને મુખવાસ સ્પર્ધા : સાંજે 5 વાગ્યે જાહેર પ્રદર્શન ખુલ્લુ મુકાશે

શનાળા નજીક શિશુ મંદિર શાળામાં યોજાશે સ્પર્ધા : સ્પર્ધામાં 100 જેટલી મહિલા રંગોળી અને ઘરે બનાવેલા મુખવાસ રજૂ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા કાલે તા. 20 ઓક્ટોબરને ગુરુવારે શનાળા શિશુમંદિર શાળા ખાતે રંગોળી અને મુખવાસ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બપોરે 2 વાગ્યે શરૂ થશે જેમાં 100 જેટલી મહિલા સ્પર્ધકો રંગોળી મારફતે પોતાની કલા રજૂ કરશે તેમજ મુખવાસ સ્પર્ધામાં ઘરે બનાવેલો મુખવાસ રજૂ કરશે. આ સ્પર્ધામાં રજુ કરાયેલી રંગોળી અને મુખવાસનું જાહેર પ્રદર્શન તમામ લોકો માટે સાંજે 5 વાગ્યે ખુલ્લું મુકાશે. તો આ પ્રદર્શનમાં તમામ જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી અપડેટ દ્વારા રંગોળી અને મુખવાસ સ્પર્ધા આવતીકાલ તારીખ 20મીને ગુરૂવારના રોજ શનાળા પટેલ સમાજ વાડી પાસે આવેલી શિશુ મંદિર શાળામાં યોજાશે. આ સ્પર્ધામાં 100 જેટલી મહિલા સ્પર્ધકો ભાગ લેશે. રંગોળી સ્પર્ધા બપોરે 2 વાગ્યે શરૂ થશે અને પાંચ વાગ્યે પૂર્ણ થશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સ્પર્ધકોએ રજૂ કરેલી રંગોળી જોવા માટે સાંજે પાંચ થી 7 વાગ્યા સુધી શિશુ મંદિર શાળા શનાળા ખાતે જાહેર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ પ્રદર્શન નિહાળી શકશે.

દિવાળી પર્વ પર રંગોળી બનાવવાની અને સાથે બેસતા વર્ષના દિવસે મુખવાસ બનાવવાની પરંપરાને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે મોરબી અપડેટ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રજુ કરાયેલી રંગોળી અને મુખવાસની આઇટમો જોવા કાલે ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમામ લોકો માટે પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે.