નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજ મોરબી ખાતે ગઈકાલે રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં યોજાયેલ રંગોળી સ્પર્ધામાં 40 જેટલી ટીમોએ વિવિધ વિષયો જેવા કે, સ્વર્ણિમ ગુજરાત, નેશનલ ગેમ્સ, સેવ ધી અર્થ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સવસાણી કૃષી, કુરીયા શિવાની દ્વિતીય ક્રમે મેરજા મિત્તલ, પરમાર દિયા, તૃતિય ક્રમે મોરડીયા સુજાના, કોટક વૃશાલી વિજેતા થયા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

- text

- text