ઉમિયા માતાજીના 125માં પ્રાગટ્ય મહોત્સવને વૈશ્વિક કક્ષાનો બનવવા હિમાયત કરતા ગોવિંદભાઈ વરમોરા

- text


રાજકોટમાં આયોજિત સૌરાષ્ટ્ર વ્યાપી કડવા પાટીદાર સામાજીક સંમેલનમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિતી

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર વ્યાપી કડવા પાટીદાર સામાજીક સંમેલન યોજાયું હતું. જેમાં ગોવિંદભાઈ વરમોરાએ પાટીદાર સમાજને એક તાંતણે બાંધવા યોજાનારા વર્ષ 2024મા યોજાનાર માં ઉમિયાના 125માં પ્રાગટ્ય મહોત્સવની વિશ્વભરમાં નોંધ લેવાય તેવુ વૈશ્વિક આયોજન કરવા હિમાયત કરી હતી.

માં ઉમિયાના સાનિધ્યમાં ભકિતની શકિત સાથે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આગામી વર્ષ 2024માં ઉમિયા માતાજીનો 125મો પ્રાગટય મહોત્સવ રંગેચંગે ઉજવવામાં આવશે. જે અન્વયે ઉમિયાધામ-સિદસરના નેજા હેઠળ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સામાજીક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ સામાજીક સંમેલનમાં પાટીદાર સમાજે કુરીવાજો, વ્યસનો સહીતના દૂષણોને ડામવા તથા લોકશાહીમાં અચૂક મતદાન કરવા, જળસંચય અને પાર્યાવરણ જેવી રાષ્ટ્રીય ફરજો અંગેના વિવિધ ઠરાવો કરીને સામાજની સાથોસાથ રાષ્ટ્ર પ્રત્યેનું ઉતરદાયીત્વ નિભાવવાની દિશામાં કદમ માંડયુ છે.

ગત તા.15ઓકટોબરને શનિવારે સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર સંસ્થાઓના હોદેદારો તથા સામાજીક, રાજકીય સહીત આશરે પાંચ હજાર લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં મોરબીના પાટીદાર રત્ન તથા વરમોરા ગ્રુપના સ્થાપક ગોવિંદભાઈ વરમોરાએ પોતાના ઉદબોધનમાં પાટીદાર સમાજે સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એક તાંતણે બાંધવા યોજાનારા 2024ના મહોત્સવની વિશ્વભરમાં નોંધ લેવાય તેવા સવાયા આયોજનની હિમાયત કરી હતી.

- text