દિવાળીએ ફિટનેશનો સંકલ્પ કરાવશે ફાયદો : હોથલ ફિટનેશ જિમમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

 

મોરબીના સામાકાંઠે રહેતા લોકોને હવે ઘરની નજીકમાં જ ફિટનેસ જિમની સવલત મળશે

જિમ સવારે 5થી રાત્રે 10 સુધી ફૂલ ટાઈમ કાર્યરત, અનુકૂળતાના સમયની બેચમાં પ્રવેશ મેળવી શકાશે : નિષ્ણાંત ટ્રેઇનર દ્વારા અપાતી શ્રેષ્ઠ તાલીમ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળી એટલે પ્રકાશનો પર્વ. આ પર્વે કંઈક નવો સંકલ્પ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. ત્યારે પહેલું સુખ તે જાતે નર્યાની ઉક્તિ મુજબ સંકલ્પ લેવો જ હોય તો ફિટનેસનો જ લેવો જોઈએ ને. બસ તો હવે સામાકાંઠે શરૂ થયેલા હોથલ ફિટનેશ જિમમાં આવી જાવ. અહીં આપના નવા વર્ષના નવા સંકલ્પને 25 ટકાના ડિસ્કાઉન્ટ સાથે વધાવવામાં આવશે.

મોરબીના જાણીતા હોથલ ફાયનાન્સ (લાયસન્સ) ગ્રુપ દ્વારા સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા અને હાઉસિંગ બોર્ડની વચ્ચે જૈનીશ સુપરમાર્કેટ સામે શિવાલીક પ્લાઝામા ત્રીજા માળે હોથલ ફિટનેસ જિમ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં અત્યાધુનિક સાધનો છે. અહીં ફિટનેસ સેશન, બોડી બિલ્ડીંગ, વેઇટ ગેઇન, વેઇટ લોસ, ન્યુટ્રીશિયન સોલ્યુશન, કાર્ડિઓ, પર્સનલ ટ્રેઇનિંગ, ગ્રુપ ટ્રેઇનિંગ, ઝૂમ્બા-એરોબિક્સ, ક્રોસ ફિટ સહિતની ટ્રેઇનિંગ આપવામાં આવે છે.

અહીં નિષ્ણાંત ટ્રેઇનર દ્વારા તમામ તાલીમ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે. અહીંનો સમય સવારે 5થી રાત્રે 10નો ફુલટાઇમ છે. જિમ રવિવારે પણ ચાલુ રહે છે. મેડિકલ કે ટુર જેવા કારણોસર કોઈ વ્યક્તિ રજા રાખે છે તો તે રજા તેના પેકેજમાં એડ થઈ શકશે. અહીં લેડીઝ અને જેન્ટ્સ માટે ટૂંક સમયમાં જ અલગ બેચ શરૂ કરવામાં આવશે.

દિવાળીએ ફિટ રહેવાનો સંકલ્પ કરો અને હોથલ જિમને જોઈન કરો

વધુ વિગત માટે
મો.નં. 8758733303