મોરબી અપડેટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન : 20 તારીખે યોજાશે સ્પર્ધા

- text


શનાળા નજીક શિશુ મંદિર શાળામાં યોજાશે સ્પર્ધા : સ્પર્ધામાં ભાગ લેવા માટે 18 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા. 20 ઓક્ટોબરને ગુરુવારે શનાળા શિશુમંદિર શાળા ખાતે રંગોળી અને મુખવાસ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

રંગોળી અને મુખવાસ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરાશે.

રંગોળી સ્પર્ધાના નિયમો

મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે.

રંગોળી સ્પર્ધા તારીખ 20 ઓકટોબરના રોજ શનાળા ખાતે આવેલી શિશુ મંદિર શાળા ખાતે યોજાશે. બપોરે 2 વાગ્યે રંગોળી સ્પર્ધા શરૂ થશે. જેમાં સ્પર્ધકે 1.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવાની રહેશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.

- text

મુખવાસ સ્પર્ધાના નિયમો

રંગોળી સ્પર્ધાની સાથે દિવાળી પર મહેમાનો માટે બનાવતા મુખવાસની સ્પર્ધા પણ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિના મૂલ્યે ભાગ લઈ શકશે. મુખવાસ સ્પર્ધામાં બેહનોએ 20 તારીખે સ્પર્ધાના સ્થળ શનાળા શિશુ મંદિર શાળાએ સાંજે 4 વાગ્યે ઘરેથી મુખવાસની ડીશ બનાવીને લાવવાની રહેશે. ઘરે બનાવેલા મુખવાસની આઈટમ જ માન્ય રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા 18 તારીખ પેહલા રજીટ્રેશન કરાવવું ફરજિયાત

સ્પર્ધામાં ભાગ લેવા માટે 18 ઓક્ટોમ્બર પેહલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નિરાલી વિડજા મો.નં. 8141680092, ધરતીબેન બરાસરા મો.નં. 9825941704, મયુરીબેન કોટેચા મો.નં. 9275951954, કાજલબેન ચંડીભમર મો.નં. 9825488733નો સંપર્ક કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે ઉપરના નંબર પર વોટ્સએપમાં પૂરું નામ અને સ્પર્ધાનું નામ લખીને મેસેજ કરવનો રેહશે.

- text