સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વાંસફોડા સમાજનું સંમેલન યોજાયું

- text


મોરબી: અખિલ ગુજરાતના વાંસફોડા સમાજનું પ્રથમ વખત સંમેલન રાજકોટના ત્રંબા ગામે યોજાયું હતું. સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા વિચરતી વિમુક્ત જાતિ પૈકીના વાંસફોડા સમાજમાં સૌપ્રથમ આવું સંગઠન કરી એક મંચ પર ભેગા થવાનો વિચાર કરાયો હતો. આ સંમેલનમાં ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ સંમેલનમાં સમાજ દ્વારા વિવિધ માંગણીઓ રજુ કરવામાં આવી હતી જેમાં, (1) આ સમાજની મુખ્ય માંગણીઓ એ હતી કે જીવતા રહેવા ઘર નથી સ્મશાન માટે જમીન આપો, (2) વાંસફોડા સમાજમાં વાંસ કામ માટે મંડળીઓથી સસ્તા વાંસ મળતા હતા એ બંધ થઈ ગયા છે એ વ્યવસ્થા ફરીથી શરૂ કરાવો, (3)રહેણાંક અર્થે પ્લોટ આપો, (4) મકાન સહાયની રકમમાં વધારો કરો, (5) ધંધા રોજગારી કરી પગભર થવા માટે સબસીડી વાળી લોન આપવામાં આવે, (6) વિચરતી વિમુક્ત જાતિની વસ્તી આધારે 11% અનામત આપવામાં આવે, બસ આ વાંસફોડા સમાજ સંગઠિત થાય, શિક્ષિત થાય જાગૃત થાય પોતાના હક અધિકાર માટે પોતે પોતાના અવાજ ઉઠાવતા થાય, અને રખડતું ભટકતું જીવન જીવવાનું બંધ કરી સ્થાઈ થાય, અને જે ગામમાં રહે છે એ ગામના દરેક સમાજમાં હળી મળીને રહેતા થાય અને દરેક ગામ આ સમાજનો સ્વીકાર કરતા થાય, તેવી રજુઆત કરવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

વિચરતી વિમુક્ત 40 જાતિઓના ઉપરોક્ત જણાવેલ તમામ પ્રકારની કામગીરી માટે મદદ કરતા વિચરતા સમુદાય સમર્થન મંચ (vssm) સંસ્થા દ્વારા સરકારમાં રજુઆત કરી હક અધિકાર અપાવવા સંસ્થા કાર્યરત છે.આ સંમેલનમાં મુખ્ય અતિથિ વિચરતા સમુદાય સમર્થન મંચ (vssm સંસ્થાના મુખ્ય સચિવ મિત્તલબેન પટેલ, કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલ હાજર રહ્યા હતા. આ સંમેલનને સફળ બનાવવા કનુભાઈ બજાણીયા અને પ્રતાપભાઈ કાનાણીએ જહેમત ઉઠાવી હતી.

- text