મોરબીના નીચી માંડલ નજીક 33 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 33 બોટલ સાથે થાનગઢના બે શખ્સને ઝડપી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ ઝારકો સીરામીક પાસે દરોડો પાડી તાલુકા પોલીસ ટીમે વિદેશી દારૂની 33 બોટલ કિંમત રૂ.12,375 સાથે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના રહેવાસી રાહુલ સવશીભાઈ મેર અને સંજયભાઈ શામજીભાઈ વીંઝવાડિયા નામના બે શખ્સને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text