બનાવો પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર મગની દાળની ખીર

- text


આપણે સૌ જાણીએ છીએ કે મગની દાળ પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. શરીર માટે મગની દાળ અનેક રીતે ફાયદાકારક છે. મગની દાળમાં દૂધ ભળે તો પોષણ બમણું થઈ જાય છે. તો ચાલો જાણીએ આવી જ એક મજેદાર રેસિપી.. જેનું નામ છે મગની દાળની ખીર.. મગની દાળની ખીર ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. જોઈએ કેવી રીતે બનાવવી મગની દાળની ખીર..

સામગ્રીઃ કપ ચોખા, ½ ટીસ્પૂન એલચી પાવડર, 2 ચમચી ઘી, 3 કપ પાણી, 1 ચમચી બદામ, 1 ચમચી કિસમિસ, ¼ કપ મગની દાળ, 2 કપ દૂધ, અડધો કપ ગોળ, કેસર ગરમ દૂધમાં પલાળી રાખો, 1 ચમચી કાજુ

બનાવવાની રીતઃ 

મગની દાળની ખીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમાં કાજુ અને બદામ નાખીને હળવા હાથે ફ્રાય કરો, ગેસ બંધ કરી દો, કિસમિસ ઉમેરો અને બરાબર મિક્ષ કરો. હવે એ જ પેનમાં મગની દાળ અને ચોખા નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. જો તમે ચોખા અને દાળને તળવા માંગતા ન હોવ તો તેના બદલે તમે દાળ અને ચોખાને પાણીમાં મિક્સ કરીને કૂકરમાં મૂકી દો અને ધીમી આંચ પર 2-3 સીટી વગાડો.

- text

બફાઈ જાય એટલે તેને બહાર કાઢીને બાજુ પર રાખો. હવે બીજી કડાઈમાં ઘી મૂકો અને તેમાં રાંધેલા ચોખા અને મગની દાળ ઉમેરો. તેમાં ગોળ ઉમેરો અને ધીમી આંચ પર ઓગળવા દો. જ્યારે ગોળ બરાબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરો. તેને બીજી 2-3 મિનિટ માટે પકાવો અને પછી આગ બંધ કરો. હવે આ મિશ્રણમાં શેકેલા કાજુ, કિસમિસ અને બદામ ઉમેરો. હવે તેમાં બાફેલું ઠંડુ કરેલું દૂધ ઉમેરો. તૈયાર છે તમારી ટેસ્ટી હેલ્ધી ખીર. તેને ફ્રીજમાં ઠંડુ કરીને સર્વ કરો.

- text