મોરબીમાં હ્યુન્ડાઇ કારના શોરૂમમાં તસ્કરો ત્રાટકયા, 3.55 લાખની ચોરી

- text


શોરૂમના ઉપલા માળે રાખેલી તિજોરી તોડી તસ્કરો દલ્લો લઈ ગયા

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઈકવિટી હ્યુન્ડાઇ કાર શોરૂમને નિશાન બનાવી તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા 3,55, 209 રૂપિયા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઈકવિટી હ્યુન્ડાઇ કાર શોરૂમમાં ગત તા.20ના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને શોરૂમના ઉપરના માળે ઓફિસમાં રાખવામાં આવેલ તિજોરીને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા 3,55,209 જેવી માતબર રકમ ચોરી જતા શોરૂમના સિક્યોરિટી ગાર્ડ ધીરુભા આલુભા જાડેજાએ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text