મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસે 900 દીકરીઓનું હીમોગ્લોબીન ચેક કરાયું 

- text


સેવા પખવાડીયાવડા અંતર્ગત જીલ્લા ભાજપ ડોકટર સેલ તથા જીલ્લા મહીલા મોરચા દ્વારા તમામ તાલુકામાં કેમ્પ યોજ્યા

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા સેવા પખવાડિયુ ઉજવવામાં આવી રહ્યું છે જેમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.જેમાં મોરબીમાં મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા તમામ તાલુકા મથકે કેમ્પ યોજી અંદાજે 900 દીકરીઓનું હીમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવેલ છે.તે અંતર્ગત ગત તા. ૨૧ના રોજ મોરબી જીલ્લા ભાજપ ડોકટર સેલ તથા જીલ્લા મહીલા મોરચા દ્વારા મોરબી જીલ્લામાં તમામ તાલુકાઓમાં હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૯૦૦ જેટલી દિકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરાયુ હતું.

જેમાં જીલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક ડો.વિજયભાઈ ગઢીયા,તેમની ટીમ,જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી તથા તેમની ટીમ સહભાગી થયેલ હતા.સમગ્ર કેમ્પને સફળ બનાવવા મેડીકલ સેલના ડો.ચેતન અઘારા તથા મોરબી જીલ્લાના લેબોરેટરી ટેકનિશિયન એસોસિએશનના ટેકિનશિયન મિત્રો દ્વારા કેમ્પ દરમિયાન જરૂરી સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પુરી પાડી હતી. તેમજ ઓછુ હિમોગ્લોબીન હોય તેવી દિકરીઓને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહયા હતા.

- text

- text