સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં બગથળાની વિદ્યાર્થીની ગુજરાતમાં બીજા ક્રમે 

- text


મોરબી : સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં મોરબી તાલુકાના બગથળા ગામે રહેતી વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં બીજા ક્રમે આવી હતી.તે બદલ તેણીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજિત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં બગથળાની નિયંતા તુષારભાઈ બોપલિયાએ મોરબી જિલ્લામાં પ્રથમ અને કરમસદ ખાતે યોજાયેલ હરીફાઈમાં ગુજરાતમાં બીજો નંબર મેળવી શિશુમંદિર શાળાનું ગૌરવ વધારેલ છે.તે બદલ શાળાએ તેણીને શુભેચ્છા પાઠવી હતી.

- text

- text