મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિદર્શન યોજાયું

- text


 

મોરબી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના ફાર્મ ખાતે આજ રોજ તારીખ 19 સપ્ટેમ્બર ને સોમવારના રોજ ઇફકો કંપનીના ડ્રોન દ્વારા ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતીમાં દવા અને ખાતરનો છંટકાવ કઈ રીતે કરી શકાય તેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ 19 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરાયું છે જે નિમિત્તે આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. એન. ગાજીપરાની હાજરીમાં આજે ઇફકો કંપનીના ડ્રોન દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતીમાં દવા અને ખાતરનો પાક પર કઈ રીતે છંટકાવ કરી શકાય તેનું નિદર્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ પર યોજાયુ હતું. અને ખેડૂતોની હાજરીમાં મગફળીના પાક પર ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરીને ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી.

- text

- text