મોરબી તાલુકામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી શરૂ

- text


મોરબી : મોરબી તાલુકામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી ગ્રામપંચાયત ખાતે શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી ગ્રામપંચાયત ખાતે ચાલુ કરવામાં આવી હોય કુટુંબ દીઠ વાર્ષીક 4 લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકો તેમજ 6 લાખથી ઓછી આવક ધરાવતા સીનીયર સીટીજનને આવકનો દાખલો,રેશનકાર્ડ અને આધારકાર્ડ લઇ ગ્રામપંચાયત ખાતે વી.સી.ઇ. તથા તલાટી મંત્રીનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ કઢાવી પરિવારને આરોગ્ય વિમાથી સુરક્ષીત કરવા મોરબી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text