મોરબી સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ૧૪મીએ ઉજવાશે હિન્દી દિવસ

- text


મોરબી : મોરબી સર્વોપરી શૈક્ષણિક સંકુલના ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ હિન્દી ભાષા પ્રત્યે લાગણી દર્શાવવા હિન્દી દિવસની ઉજવણીનું આગામી તા.૧૪ના રોજ સવારે ૯:૩૦ થી ૧૦ કલાકે સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સમાજ માટે લાભદાયક વિષય જેવા ટ્રાફિક સિગ્નલ, સુવિચાર સમાજ પ્રેરણા, બેટી બચાઓ, પાણી બચાવો, વિજળી બચાવો, પર્યાવરણનું મહત્ત્વ, મોબાઈલ, ૧૮૫૭ના સંગ્રામનું લેખન,દેશ ભક્તિના નારા અને ચિત્રો, સ્વતંત્ર સેનાનીઓના નાના – મોટા ચિત્રો અને લખાણ,વ્યસનમુક્તિ,વૃક્ષોના ૧૮૦ નામ,૯ મોટા ચિત્રો અને પુસ્તકોનું પ્રદર્શન વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે.

- text

આ ઉપરાંત જન્મ તથા વિકાસ,સાહિત્ય પરિચય,કાવ્ય કવિ પરિચય,લેખક અને સાહિત્યના ચિત્રો પર પ્રદર્શન યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text