ભારે કરી ! ભેજાબાજે મોરબીના ઉદ્યોગપતિના નામે ગોવાથી દારૂ મંગાવી લીધો

- text


રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલી ફેકટરીમાં ટ્રાન્સપોર્ટમાં દારૂના બોક્સ આવતા ઉદ્યોગપતિ ચોકયા : ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર વિરપર જીઆઇડીસીમાં આવેલી એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં ભેજાબાજ શખ્સે ગોવાથી વિદેશી દારૂની બોટલનું પાર્સલ મંગાવતા ટ્રાન્સપોર્ટ દ્વારા આ પાર્સલની ડિલિવરી થતા ફેકટરી સંચાલક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડ સામે સ્વસ્તિક સોસાયટીમાં લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા અને વીરપર જી.આઇ.ડી.સી.માં એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની ધરાવતા જીતેન્દ્રભાઇ રસીકલાલ ગડારાએ ટંકારા પોલીસ મથકમાં ઉમા ટાઉનશીપમાં રહેતા મિલનભાઇ ફુલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ ફેક્ટરીએ ગયા ત્યારે ફેકટરીના ગેઇટ ઉપર ટ્રાન્સપોર્ટનું પાર્સલ આવતા ચોકીદારે ઓફિસમાં જાણ કરી હતી. જો કે આ પાર્સલ કંપનીના નામે આવ્યું હોય કોને મંગાવ્યું તે અંગે તપાસ કરતા ફેકટરીમાંથી કોઈએ મંગાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. જે અંગે ટ્રાન્સપોર્ટ ઓફિસે તપાસ કરતા કોઈ વ્યક્તિ આ પાર્સલ લેવા ટ્રાન્સપોર્ટ આવ્યો હતો પરંતુ ડોર સ્ટેપ ડિલિવરી હોય પાર્સલ આપ્યું ન હોવાનું જણાવી પાર્સલ લેવા આવનારનો વિડીયો ટ્રાન્સપોર્ટ સંચાલકે ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું.

- text

દરમિયાન ફેકટરી માલિકે આ વીડિયો જોતા ફેક્ટરીનો કર્મચારી આરોપીને ઓળખી ગયો હતો અને આ વ્યક્તિ ઉમા ટાઉનશીપમાં રહેતો મિલન ફુલતરિયા હોવાની ઓળખ થતા ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગોવાથી જુદી – જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 360 કિંમત રૂપિયા 70,080 કબ્જે કરી આરોપી મિલન ફુલતરિયા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા પ્રોહી.એકટ કલમ- ૬૫એ,ઇ, ૧૧૬બી, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

- text