હળવદની શાળા નં.4 ને શિક્ષણમંત્રીના હસ્તે સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ એનાયત

- text


 

હળવદ : હળવદ-શિક્ષા મંત્રાલય,ભારત સરકાર દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના હેઠળ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમાં વિવિધ શાળાઓને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે હળવદના શાળા નં.૪ને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

હળવદ-શિક્ષા મંત્રાલય,ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ‘ એનાયત કરવાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલ. જેમાં સમગ્ર રાજ્ય માંથી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની કુલ મળીને 20 શાળાઓને સ્વચ્છતાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં મોરબી જિલ્લામાંથી ઓલ ઓવર કેટેગરીમાં હળવદની પે સે.શાળા નંબર-4 નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી,હળવદ તાલુકા શિક્ષણ અધિકારી અને હળવદ બી.આર.સીએ શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

- text