વાંકાનેર ભાજપ લીગલ સેલના હોદેદારોની નિમણુક કરાઈ

- text


વાંકાનેર : પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંકાનેર ભાજપ લીગલ સેલના સંયોજક અને સહ સંયોજકની નિમણુંક કરવામાં આવી છે.

- text

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા, જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ બાદ વાંકાનેર તાલુકા ભાજપ લીગલ સેલના સંયોજક તરીકે અનિરૂધ્ધસિંહ સતુભા ઝાલા અને સહ સંયોજક તરીકે ભુપતભાઈ સવશીભાઈ લુંભાણીની નિમણુક કરવામાં આવી છે.

- text