નર્મદે સર્વદે ! હળવદના સુસવાવ પાસેનો બ્રાહ્મણી -2 ડેમ નર્મદાના નીરથી 80 ટકા ભરાયો

- text


શક્તિસાગર ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેમ હોવાથી હેઠવાસના નવ ગામોને એલર્ટ કરાયા

હળવદ : હળવદ પંથક અને ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે ત્યારે હળવદના સુસવાવ પાસેનો બ્રાહ્મણી -2 (શક્તિસાગર) ડેમ 80 ટકા ભરાયો છે. આ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેમ હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.જો કે મજાની વાતતો એ છે કે ભરચોમાસે આ ડેમ વરસાદી પાણીથી નહીં પરંતુ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે.

હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલ નર્મદાના નીરથી 80 ટકા ભરાઈ ગયો છે અને આ ડેમમાં હાલ નર્મદા શહેરનું 160 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ જળાશયની ભરપૂર સપાટી 44.5 મી અને આ જળાશયની હાલની સપાટી 42.45 મી છે. આ ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી ડેમ હેઠવાસના સુસવાવ,ટિકર, મિયાણી,મયુરનગર,માનગઢ, ખોડ,કેદારિયા,ચાડાધ્રા, અજિતગઢ ગામને સાવચેત કરી ગામલોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.

- text

વધુમાં માલ સામાન તેમજ ઢોર ઢાખરને સલામત સ્થળે ખસેડી લેવા સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text