મોરબીના ચામુંડાનગરમાં આખલા યુદ્ધથી લોકો ભયભીત

- text


ખાસ્સો સયમ સુધી દંગલ મચાવ્યા બાદ લોકોએ પાણીનો મારો ચલાવવા છતાં બન્ને આખલા છુટા ન પડ્યા

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ચામુંડા નગર વિસ્તારમાં આખલા યુદ્ધ થતા લોકો ભયભીત બન્યા હતા. બે આખલાઓ શેરી વચ્ચે યુદ્ધે ચડ્યા હોય સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો તેમ છતાં આખલા જુદા થવાનું નામ લેતા ન હતા. આથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર વિસ્તારમાં શેરીમાં અચાનક બે આખલા ભૂરાટા એકબીજા સાથે શિંગડા ભરાવીને ખાસ્સો સમય સુધી દંગલ મચાવ્યું હતું. આખલા યુદ્ધને કારણે ઢીકે ચડી જવાની બીકે લોકો ઘરમાં પુરાઇ ગયા હતા. જો કે અમુક લોકો આખલા ઉપર સતત પાણીના મારો ચલાવ્યો હતો. તેમ છતાં બન્ને આખલા વચ્ચે લડાઈ એવી જામી હતી કે છુટા પડવાનું નામ લેતા ન હતા. જો કે આ વિસ્તારમાં રઝળતા ઢોરનો ઘણા સમયથી ત્રાસ છે. થોડા સમય પહેલા ઢોરનો ત્રાસ વધતા સ્થાનિકોએ તંત્રને જાણ કરીને રખડતા ઢોરને ડબ્બે પુરાવ્યાં હતા. તંત્રએ બે વખત રઝળતા ઢોરને પકડીને નંદીઘરમાં ખસેડયા હતા.ત્યારે આજે ફરી ક્યાંથી આવી ચડ્યા તેવો સ્થાનિકોએ વેધક સવાલ ઉઠાવ્યો છે.

- text

- text