હળવદમાં ગાંજાના જથ્થા સાથે એકને દબોચી લેતી એસઓજી ટીમ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

રેલવે સ્ટેશન નજીક બ્રેઝા કારમાં બેસીને ગાંજો વેચતો હોવાનું ખુલ્યું : 280 ગ્રામ ગાંજા સહિત 10,8550નો મુદામાલ કબ્જે

હળવદ : હળવદ શહેરમાં નશીલા પદાર્થનો જાહેરમાં ધંધો કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે હળવદ રેલવે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિરના પ્રાંગણમાં દરોડો પાડી બ્રેઝા કારમાં બેસી ગાંજો વેંચતા એક શખ્સને દબોચી લઈ 280 ગ્રામ ગાંજા સહિત રૂપિયા 10,8550નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં ચાલી રહેલા માદક પદાર્થના ગોરખધંધા અંગે બાતમી મળતા એસઓજી ટીમ મોરબીએ અહીંના રેલવે સ્ટેશન રોડ ઉપર જીન વાળા મેલડી માતાના મંદિર પ્રાંગણમાં દરોડો પાડી વાલાભાઇ પોપટભાઇ બાંભવા, રહે. કુભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે, હળવદ વાળાને ઝડપી લીધો હતો.

- text

વધુમાં એસઓજી ટીમે આરોપી વાલાભાઇ પોપટભાઇ બાંભવાની તલાસી લેતા આરોપીના કબ્જામાંથી 280 ગ્રામ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો કિંમત રૂપિયા 2800, રોકડા રૂપીયા 750, મોબાઇલ નંગ-1 કિંમત રૂપિયા 5000 તેમજ એક બ્રેઝા કાર રજી.નં.જી.જે.36 એસી 7782 કિંમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપિયા 10,08550નો મુદામાલ કબ્જે કર્યો હતો.

નોંધનીય છે કે આરોપી વાલાભાઇ પોપટભાઇ બાંભવા ધાર્મિક જગ્યાએથી ગાંજાનો છૂટક વેપાર કરતો હોવાનું ખુલતા એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ 8(સી),20 (એ)મુજબ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text