રેસિપી અપડેટ : ઘરે બનાવો સૌને ભાવતા વ્હાઈટ સોસ પાસ્તા

- text


મોરબી : લગ્નથી લઈને રેસ્ટોરન્ટના મેનુંમાં પાસ્તા જરૂરથી જોવા મળે છે. પાસ્તા નાનાથી લઈને મોટેરા સૌ લોકોને ભાવે છે. પાસ્તાની અલગ અલગ પ્રકારની ઘણી વેરાયટી પણ છે. તો આજે અમે તમને જણાવીશું એક અનોખા પાસ્તા બનાવવાની રીત. જેનું નામ છે વ્હાઈટ સોસ પાસ્તા. આ પાસ્તા તમે ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો.


સામગ્રીઃ 

2 કપ બાફેલા પાસ્તા, 2 ટેબલ સ્પૂન મેંદો, 2 કપ દૂધ, 2 ટેબલ સ્પૂન બટર, ½ કપ ચીઝ, 2 ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ, ¼ કપ ગ્રીન કેપ્સિકમ, ¼ કપ પીળા કેપ્સિકમ, ¼ કપ લાલ કેપ્સિકમ, ¼ કપ બ્રોકલી, 1 ટેબલ સ્પૂન બ્રોકલી, 1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, ચપટી કાળા મરીનો પાઉડર, સ્વાદાનુંસાર મીઠું

- text


બનાવવાની રીતઃ

વ્હાઇટ પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો,
પાણી ગરમ થઇ જાય એટલે એમાં પાસ્તા નાંખો. પાસ્તાને બાફતી વખતે તમે મીઠું પણ નાંખી શકો છો.
ત્યારબાદ ગેસ ધીમો કરી દો અને પાસ્તાને થવા દો.
હવે એક બાઉલ લો અને એમાં દૂધ, મેંદો અને મીઠું નાખીને એક મિશ્રણ તૈયાર કરી લો.
આ મિશ્રણને એક સાઇડમાં મુકી દો.
એક નોનસ્ટીક પેન લો અને એમાં બટર નાંખીને ગરમ કરો.
બટર ગરમ થઇ જાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાંખો અને 1 મિનિટ માટે સાંતળો.
લસણ નાંખ્યા પછી ત્રણ જાતના કેપ્સિકમ નાંખીને 2 થી 3 મિનિટ માટે થવા દો.
પછી આમાં બ્રોકલી નાંખો અને થોડીવાર માટે થવા દો.
હવે આમાં ચીલી ફ્લેક્સ, મિક્સડ હર્બસ, ચીઝ અને મીઠું નાંખીને 2 થી 3 મિનિટ માટે થવા દો.
પછી આમાં પાસ્તા એડ કરો અને ધીમા ગેસે 2 થી 3 મિનિટ માટે થવા દો.
તો તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા,
આ પાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઇ લો અને પછી સર્વ કરો.
વ્હાઇટ સોસ પાસ્તા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.


- text