રાજ્યમંત્રી મેરજા બે દિવસ માટે મોરબીના પ્રવાસે

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મચ્છુ જળ હોનારત દિન નિમિતે મણીમંદિર ખાતે દિગવંતોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

મોરબી : રાજ્યમંત્રી કાલે ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ માટે મોરબીના પ્રવાસે આવી રહ્યા છે.મોરબીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.જેવા કે હર ઘર તિરંગા યાત્રા, દિગવંતોને શ્રદ્ધાંજલી, વન મહોત્સવ વગેરેમા હાજરી આપશે.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા આવતીકાલે ગુરુવારે એક દિવસીય મોરબીના પ્રવાસે આવનાર છે.સવારે ૧૦ કલાકે ગાંધીનગરથી મોરબી જવા રવાના થશે.બપોરના ૨:૩૦ કલાકે મોરબી નગરપાલિકા પહોંચશે.૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનારત દિન નિમિતે રખાયેલ કાર્યક્રમોમાં હાજરી આપશે.જેમાં નગરપાલિકાની મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે પહોચશે.મણીમંદિર ખાતે દિગવંતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ અને બે મિનિટ મૌન પાડવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થયે,સર્કિટ હાઉસ જવા રવાના થશે અને રાત્રી રોકાણ ત્યાં જ કરશે.

- text

બીજા દિવસ તા.૧૨ના રોજ સવારે ૮ કલાકે સ્વામિનાાયણ મંદિરથી પ્રસ્થાન થનારી મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે.સવારે ૮:૪૫ કલાકે મોરબીથી લજાઈ(ટંકારા) જવા રવાના થશે.સવારે ૯ કલાકે લજાઈ ખાતે આગમન અને ૭૩માં વન મહોત્સવમાં હાજરી આપશે.આ મહોત્સવ માનવ મંદિર,લજાઈ,ખાતે યોજાશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જવા રવાના થશે.

- text