હાથી ઘોડા પાલકી… હળવદની જુના દેવળીયા શાળામાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : આગામી દિવસોમાં જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે શાળાઓમાં અગાઉથી જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.જે અન્વયે હળવદ તાલુકાના જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.બાળકોએ કાનુડાના વેશ ધારણ કરી મટકી ફોડ કરી હતી.

જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવમા ભાગ લીધો હતો. કૃષ્ણ બનીને આવેલ બાળકો દ્વારા મટકી પણ ફોડવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા આચાર્ય સાગરભાઈ મહેતાએ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ હતો.કાનુડો બનીને આવનાર તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ.હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

- text

- text