ટંકારામાં તિરંગાની થીમ પર બનેલા કલાત્મક તાજીયા નીકળ્યા

- text


મુસ્લિમ સમાજ દ્વારા એક્સ આર્મીમેનોનું કરાયું સન્માન

ટંકારા : ટંકારામાં મુસ્લીમ સમાજ દ્વારા મોહરમ નિમિતે હર ઘર તિરંગા હેઠળ તિરંગાની થીમ પર બનાવાયેલ કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોહરમ નિમિતે લોકોને ન્યાજ આપવામાં આવી હતી ઉપરાતં મુસ્લિમ સમાજ દ્વારા આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું.

શહીદે કરબલા આકા હુશેનની યાદમાં મહોરમ માસની તેમજ હિંદુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.ટંકારા ગામે મુસ્લીમ સમાજ દ્વારા શહીદે કરબલાની યાદમા “તિરંગા”ની થીમ પર કલાત્મક તાજીયા બનાવ્યા હતા.કોમી એકતાના પ્રતિક સમાન ભાઈચારા અને મહોબ્બત સાથે ટંકારા ગ્રામ પંચાયત દ્વારા ઉગમણા નાકે ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટંકારા ગામનું ગૌરવ અને એક્સ આર્મીમેન હીરાલાલ ભાઈ પનારા, ખોડાભાઈ ઝાંપડા, શૈલેષભાઈ ટોળીયા અને હાલમાં જમ્મુ કાશ્મીરથી છુટ્ટી પર આવેલ જીતેન્દ્રભાઈ ત્રિવેદીનું ટંકારા મુસ્લીમ બિરાદરોએ ગર્વભેર,સલામી સાથે ફુલહારથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને “ભારત માતા કી જય”,ઇન્કલાબ જિંદાબાદ અને યા હુસેનના ગગન ભેદી નારા લગાવ્યા હતા.દેશ ભક્તિથી રંગાયેલ કોમી એકતાનો પરીચય આપ્યો હતો.

- text

આ તકે ગ્રામ પંચાયતના ઉપસરપંચ નિર્મળાબહેન ચાવડા, તલાટી કમ મંત્રી મકવાણા સાહેબ, મહિલા સદસ્ય મિત્તલ બહેન તેમજ સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, દિનેશ લો, અલ્પેશ ખોખાણી, માલધારી સમાજ અગ્રણી ગટીયો, કોળી સમાજ અગ્રણી કાનભાઈ , જયસુખ ભાઈ સારેસા, સુરેશભાઇ મકવાણા, ધનજીભાઈ, મોહિત, નાઈણભાઈ, પગી, નવીનભાઈ મિસ્ત્રી તેમજ બહોળી સંખ્યામાં બહેનોએ તાજીયાના સન્માન સલામીના કાર્યક્ર્મમાં હાજરી આપી હતી.

- text