ઉમા ટાઉનશિપમાં બીજા સોમવારે બરફના શિવલિંગના દર્શન

- text


મોરબીઃ ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો પાવન અવસર એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ઠેર ઠેર શિવાલયોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે આવેલા ઉમાપતિ મહાદેવ મંદિર ખાતે આગામી સોમવારના રોજ બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જેનો ભક્તજનો લ્હાવો લઈ દર્શન કરી શકશે.

મોરબીના ઉમા ટાઉનશિપ ખાતેના ઉમાપતિ મહાદેવ મંદિરે શ્રાવણ માસના આવતા સોમવારે તારીખ 8 ઓગસ્ટના રોજ નકલંક હાઈટ્સમાં રહેતા અને શિવમ આઈસ ફેક્ટરી વાળા જયેશભાઈ હળવદીયા તથા મનોજભાઈ હળવદીયા તથા નકલંક હાઈટ્સના સાથીદારો દ્વારા બરફની શિવલિંગ બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યે બાબા બર્ફાનીનું આ શિવલિંગ ખુલ્લું મૂકવામાં આવશે અને મહાઆરતી પણ યોજાશે. ત્યારે ઉમા ટાઉનશિપ પરિવારને આ બરફના શિવલિંગના દર્શન અને મહાઆરતીનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text