ટંકારાના ઘુનડા (સ) ગામે લમ્પી રોગથી મૃત્યુ પામેલી 25 ગાયોને ભારે હૈયે સમાધિ અપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસને કારણે ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે ઘુનડા (સ) ગામે શક્તિ ગરબી મંડળ ઘુનડા (સ)ના પ્રમુખ હરેશભાઇ નારણભાઈ પાટડિયા, સભ્ય,બાબુભાઈ ગોવિંદભાઈ પાટડિયા, રાજેશભાઇ વશરામભાઈ સિંધવ, રમેશભાઈ થોભણભાઈ રંગપરિયા, જેસીબી ડ્રાઇવર કાળુભાઇ સહિતના લોકો હાલ રેઢિયાળ ગાયની સેવા કરે છે. આ રેઢિયાળ ગાય માતાઓ લમ્પી રોગના કારણે મૃત્યુ પામતા અત્યાર સુધીમાં 25 ગાયના મૃત્યુ થતા આ તમામ ગાયને માન સન્માનભેર સમાધી આપી છે. ઘુનડા (સ) ગામે શક્તિ ગરબી મંડળ ઘુનડા (સ)ની ટીમ ગાયોની સેવા કરી રહી છે અને મૃત્યુ પામેલી ગાયોને સમાધિ આપી વધુ આ ચેપી રોગ ન ફેલાય તેવા પ્રયાસો કરી રહી છે. હાલમાં ગામમાં 200 ગાય રેઢિયાળ હોવાનું મંડળ જણાવી રહ્યું છે.

- text

- text