મોરબીમાં લમ્પી વાયરસ વચ્ચે ગૌમાતાને પૌષ્ટિક આહાર માટે લાડુનું જમણ

- text


અવની ચોકડી નજીક આવેલા રેવા પેલેસ ફ્લેટના રહેવાસીઓ દ્વારા 100 કિલોગ્રામ લાડુ તૈયાર કરાયા

મોરબી : મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબીના સેવાભાવીઓ દ્વારા લમ્પી મહામારીમાં ગૌમાતાને પોષણક્ષમ આહાર માટે શુદ્ધ ઘીના 100 કિલોગ્રામ લાડુ તૈયાર કરી ગૌવંશને લાડુ જમણ કરાવવા આયોજન કરાયું હતું.

મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં આવેલ રેવા પેલેસ ફ્લેટના રહીશો દ્વારા લમ્પી વાયરસની બીમારી વચ્ચે ગૌમાતાને પૌષ્ટિક આહાર માટે ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ દેશી ઘીના મિશ્રણ સાથે ચુરમાના 100 કિલોગ્રામ લાડુ તૈયાર કરી ગૌમાતાને લાડુ જમણ કરાવી પુણ્યનું ભાથું બાંધવા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text

- text