લોન મોંઘી થશે : રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 થી 0.35 %નો વધારો કરે તેવા સંકેત

- text


મોરબી : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યાના થોડા દિવસો બાદ રિઝર્વ બેન્ક પણ રેપો રેટમાં 0.25 થી 0.35 %નો વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે ફુગાવાને અંકુશમાં લેવા માટે કેન્દ્રીય બેંક 3 ઓગસ્ટથી શરૂ થનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકમાં રેપો રેટમાં વધારો કરી શકે છે. 5 ઓગસ્ટે પરિણામ જાહેર થશે.મધ્યસ્થ બેંકે પહેલાથી જ તેના નરમ નાણાકીય વલણને ધીમે ધીમે પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

RBIએ મે અને જૂનમાં રેપો રેટમાં અનુક્રમે 0.40 % અને 0.50 %નો વધારો કર્યો હતો. નિષ્ણાતોએ કહ્યું કે, સેન્ટ્રલ બેંક આ અઠવાડિયે રેપો રેટને ઓછામાં ઓછા પૂર્વ રોગચાળાના સ્તરે લઈ જશે.બોફા ગ્લોબલ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, એમપીસી 5 ઓગસ્ટના રોજ રેપો રેટમાં 0.35% વધારો કરશે. રેપો રેટમાં આક્રમક 0.50 % વધારો અથવા તો 0.25 % નરમ થવાની સંભાવનાને નકારી શકાય નહીં. બેંક ઓફ બરોડાએ જણાવ્યું કે, ફેડરલ રિઝર્વે કેલેન્ડર વર્ષ 2022માં વ્યાજ દરોમાં 2.25 %નો વધારો કર્યો છે.

- text

આવી સ્થિતિમાં RBI પણ વ્યાજદરમાં નિર્ધારિત સમય કરતા વધુ વધારો કરી શકે છે. મધ્યસ્થ બેંકે પહેલાથી જ તેના નરમ નાણાકીય વલણને ધીમે ધીમે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. RBIએ મે અને જૂનમાં રેપો રેટમાં અનુક્રમે 0.40 % અને 0.50 %નો વધારો કર્યો હતો. નિષ્ણાતોએ કહ્યું કે, સેન્ટ્રલ બેંક આ અઠવાડિયે રેપો રેટને ઓછામાં ઓછા પૂર્વ રોગચાળાના સ્તરે લઈ જશે.

- text