નાલંદા વિદ્યાલય- વિરપર ખાતે E-FIR, સિટીઝન પોર્ટલ સહિતના મુદ્દાઓની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

- text


ટંકારાઃ ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનમાં E-FIR લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે લોકજાગૃતિ ફેલાય તે માટે નાલંદા વિદ્યાલય કેમ્પસ વિરપર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના બાદ આજે તારીખ 29 જુલાઈના રોજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, સર્કલ પોલીસ ઈન્સપેક્ટર બી.પી.સોનારા, ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.ડી. પરમાર દ્વારા નાલંદા વિદ્યાલય કેમ્પસ વિરપર ખાતે E-FIR, સિટીઝન પોર્ટલ, સાઈબર ક્રાઈમ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી હર્ષદભાઈ ગામી તથા નાલંદા વિદ્યાલયના કેમ્પસ ડીરેક્ટર જયેશભાઈ ગામી, લજાઈ પીએચસી સેન્ટરના ડોક્ટર ભાસ્કરભાઈ વિરસોડીયા, ટંકારા તાલુકાના સામાજિક આગેવાનો તથા નાલંદા વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સહિત 170 જેટલા લોકોએ હાજરી આપી હતી

- text

- text