વાંકાનેરના માટેલ-વીરપરમાં દારૂનું વેચાણ બંધ કરાવવા સીએમને રજુઆત

- text


માટેલ-વીરપર ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવવાની માંગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ માટેલ તથા વીરપરમાં છેલ્લા ઘણા સમયથી છડેચોક અને ખૂણે ખાચરે દારૂનું છુટથી વેચાણ થતું હોવાની ફરિયાદ સાથે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષના વાંકાનેર તાલુકા યુવા પ્રમુખ સંજયભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને રજુઆત કરી માટેલ-વીરપર ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવવાની માંગ કરી છે.

- text

વાંકાનેરના માટેલ-વીરપર ગામમાં કોઈપણ જગ્યાએ જઈએ એટલે જોઇએ એટલો દારૂનો જથ્થો તથા છૂટક રીતે મળી રહે છે અને તેના કારણે ગામમાં કજીયા કંકાસ થાય છે અને ઘરના સભ્યોને અવિરત યાતના ભોગવવી પડે છે અને જો કોઈપણ માણસ પોલીસને જોય જાય એટલે તરત જ લાગતા વળગતાને ફોનથી જાણ કરતાં દારૂ વેચનાર પોતાની માયાજાળ સંકેલી લ્યે છે. એટલે પોલીસની પણ ઝપટે ચડતા નથી. અને હાલમાં ઘણા બધા યુવાનો આ અસામાજિક પ્રવૃત્તિમાં જોડાય ને યુવાધનનો નાશ કરવાના પ્રયત્નો થાય છે. આમ દારૂબંધીવાળા ગુજરાતમાં અને ખાસ કરી અમારા ગામ માટેલ-વીરપરમાં સદંતર રીતે દારૂબંધ થઈ જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

- text