નધણીયાત પશુઓને સ્વખર્ચે લમ્પી વાયરસની સારવાર કરાવતા કવાડિયાના ગૌપ્રેમી યુવાનો

- text


હળવદ : હળવદ પંથકમાં લમ્પી વાયરસના રોગના આંતક સામે પશુપાલન વિભાગ બધી જગ્યાએ એક સાથે પહોંચી શકતું ન હોય પશુઓને રસી મુકવા તેમજ દેશી ઉપચાર સાથે સારવાર આપી પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને કવાડિયા ગામના ગૌપ્રેમી યુવાનો આગળ આવ્યા છે.

હળવદ સહિત રાજ્યમાં પશુઓ માટે ખતરનાક ગણાતા લમ્પી વાયરસે આંતક મચાવ્યો છે. જો કે ઠેર ઠેર પશુઓમાં આ રોગ જોવા મળતો હોય રસી મુકવા માટે પશુપાલન વિભાગ બધે પહોંચી ન શકતા પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને હળવદ તાલુકાના કવાડિયા ગામના ગૌપ્રેમી યુવાનો પશુઓને રસી મુકવા તેમજ સ્વખર્ચે દેશી ઉપચાર સાથે સારવાર માટે આગળ આવ્યા છે અને નધણીયાત પશુઓને લમ્પી રોગ સામે રક્ષણ આપવા સ્વખર્ચે સારવાર આપી રહ્યા છે.

હળવદ તાલુકાના કવાડિયા ગામના ગૌપ્રેમી યુવાનો હાલ લમ્પી વાયરસ સામે પશુઓના જીવ બચાવવા મેદાને આવ્યા છે. જો કે આ યુવાનોએ જણાવ્યું હતું કે, પશુઓમાં આ રોગ ફાટી નીકળ્યો હોય તંત્ર અને પશુપાલન વિભાગ બધી જગ્યાએ પહોંચી ન શકે.આથી અમે અમારી ગૌપ્રેમી તરીકેની જવાબદારી ખરા અર્થમાં નિભાવવાનો પ્રયાસ કરી શરૂઆતમાં બધા જ ગૌપ્રેમીઓ જાતે ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ભંડોળ ભેગું કરીને પશુઓ માટે રસીની ખરીદી કરી સાથે જરૂરી પ્રાઇવેટ મેડિકલમાં દવાઓ તેમજ દેશી ઉપચાર સાથે ખાસ કરીને ન ધણિયાત પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પાછલા થોડા દિવસોથી લમ્પી વાયરસના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં હળવદ પંથકમાં 120 થી વધુ પશુઓ લમ્પી વાયરસની ચપેટમાં આવ્યા છે જ્યારે બે પશુઓના મોત પણ થયા હોવાના સામે આવ્યું છે.

- text