વાંકાનેરના ભીમગુડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ ફરાર

- text


પોલીસે રોકડા રૂપિયા 11,300 સહિત 56,800નો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી ચાર જુગારીઓને રોકડા રૂપિયા 11,300 તેમજ મોબાઈલ, મોટર સાયકલ મળી કુલ રૂપિયા 56,800ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન ત્રણ જુગારીઓ નાસી છૂટ્યા હતા.

મોરબી જિલ્લાના દારૂ જુગારની બદી નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સુચનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.એ.જાડેજા સહિતની ટીમ પ્રયત્નશીલ હતા તે દરમિયાન હેડ કોન્સટેબલ મયુરધ્વજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ દશરથભાઇ તેજાભાઇ વિજવાડીયા, ગોરધનભાઇ શામજીભાઇ વિંજવાડીયા, પ્રવિણભાઇ તેજાભાઇ વિંજવાડીયા, ભુપતભાઇ તરશીભાઇ રાતોજા ઝડપાઇ ગયા હતા જ્યારે જુગારી પ્રવિણભાઇ રણછોડભાઇ કોળી, પરબત લખમણભાઇ કોળી અને અજય ભરતભાઇ કોળી રહે.બધા ભિમગુડા તા.વાંકાનેર જી.મોરબી વાળા નાસી ગયા હતા.

- text

દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 11,300 તેમજ મોટર સાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 56,800નો મુદામાલ કબ્જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

આ કામગીરી વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, જશપાલસિંહ ઝાલા, ચમનભાઇ ચાવડા, કોન્સ્ટેબલ હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text