વાંકાનેરના ઢુવા ગામે વાડીએ ધમધમતું જુગારધામ ઝડપાયું, 12ની ધરપકડ

- text


મોરબી એલસીબીએ જુગારની રેડ કરી 2 લાખ રોકડા સહીત 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે વાંકાનેરના ઢુવા ગામે વાડીની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લીધું હતું અને જુગાર રમતા બાર ઇસમોને રોકડા રૂ. ૨,૦૭,૦૦૦ તથા મોટર સાયકલ મળી કુલ કી.રૂ. ૩,૧૭,૦૦૦ ના મુદામાલ સાથે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ જરૂરી સુચના આપતા એલ.સી.બી. પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સુરેશચંદ્ર હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે સ્મશાન સામેના ભાગે મોરીયુ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન આરોપી રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવ, માધવસિંહ ગગજીભાઇ રાઠોડ, ગીરીશભાઇ ઉર્ફે ગૌતમ મેઘરાજભાઇ મોહીનાણી, ધીરૂભાઇ ભલાભાઇ રોજાસરા, મેહુલસિંહ પ્રતાપસિંહ રાઠોડ, મયુરભાઇ પરસોતમભાઇ ભાડજા, કુલદિપભાઇ અજીતભાઇ પરમાર, કિશનભાઇ વશરામભાઇ ચનીયારા, જાવેદભાઇ ગુલામભાઇ સિપાઇ, કુતબેઆલમ રસુલભાઇ સિપાઇ, પૃથ્વીરાજભાઇ નીતીશભાઇ ચૌહાણ, રાજદાનભા લાલુદાન ગુઢડા, રહે. બધા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂ.૨,૦૭,૦૦૦ તથા મોટર સાયકલ-૦૪ કી.રૂ. ૧,૧૦,૦૦૦ મળી કુલ કી.રૂ. ૩,૧૭,૦૦૦ ના મુદામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text