મોરબીમાં કારખાનાના ચાલતું જુગારધામ ઝડપાયું, 8.76 લાખની રોકડ સાથે છની ધરપકડ

- text


એ ડિવિઝન પોલીસે કારખાના માલિક જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે રેડ પાડી રોકડા રૂ.૮,૭૬,૫૦૦ સહિત કુલ રૂ.૨૮,૭૬,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફને આજે મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી. જેમાં મોરબીના એલ્યુમિનીયમના કારખાનામાં ખુદ માલિક જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. પોલીસે કારખાનામાં જુગાર રમતા કારખાનાના માલિક સહિત છની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે અધધ રોકડા રૂ.૮,૭૬,૫૦૦ સહિત કુલ રૂ.૨૮,૭૬,૫૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એ ડિવિજ પોલીસ મથકના પોલીસ ઇન્સ. એમ.પી.પંડયાને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજપર રોડ ઉપર આવેલ સીટી એલ્યુમિનીયમ એન્ડ સ્ટીલના કારખાનાના માલીક કિશોરભાઇ છગનભાઇ સનીયારા રહે.મોરબી રવાપર રોડ પ્રમુખ રેસીડેન્સી સોસાયટી વાળા પોતાના કારખાનામા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસએ કારખાનામાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટાફે જુગાર રમતા આ કારખાનાના માલિક કિશોરભાઇ છગનભાઇ પટેલ (રહે,મોરબી રવાપર રોડ પમુખ રેસડેન્સી), નિલેષભાઇ દેવકરણભાઇ પટેલ (રહે.ચાચાપર તા.મોરબી), નિલેષભાઇ કેશુભાઇ સનીયારા (રહે.મોરબી નવાબસસ્ટેન્ડ પાછળ રાધાપાર્ક), મહેશભાઇ બાલજીભાઇ સનીયારા (રહે ચાચાપર તા.મોરબી), રમેશભાઇ શીવાભાઇ પટેલ (રહે.મોરબી રવાપર ધુનડારોડ ક્રિષ્ના સ્કુલની પાછળ આઇડીયલ એપાર્ટમેન્ટ ફલેટ), નિલેશભાઈ ચંદુભાઈ ભીમાણી (રહે ચંદ્રેશનગર મેઈન રોડ નવયુગ સ્કુલની પાછળ મોરબી)ને રોકડા રૂ.૮,૭૬,૫૦૦ તથા બે ક્રેટા કાર કિ.રૂ.૨૦,૦૦૦૦૦ ગણી કુલ મુદામાલ ૩.૨૮,૭૬,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

આ જુગારની રેડ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ એમ.પી.સોનારા તથા એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી તથા પો.હેડકોન્સ કિશોરભાઇ પારઘી તથા પો.હેડ.કોન્સ. મનસુખભાઇ દેગામડીયા,તથા નંદરામભાઇ મેસવાણીયા તથા પો.કોન્સ.આશિભાઇ રાઉમા, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, સિંધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઈ ચાવડા,જગદીશભાઇ ચૌહાણ તથા ભરતભાઇ ગોઢાડીયા સહિતનાએ કરી હતી.

- text