સજનપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો : છ ઝડપાયા

- text


રોકડ રકમ રૂ. ૫૦,૫૦૦/- તથા ઇકો કાર સાથે કુલ કી.રૂ.૧,૫૦,૫૦૦/- ના મુદ્દામાલ ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારાના સનજપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગરધામ પર ટંકારા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી છ જુગારીને 50 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસના પો.કોન્સ. કૌશીકકુમાર રતીલાલ પેઢડીયાને મળેલ ખાનગી બાતમી આધારે સજનપર ગામે બાપાસીતારામ મઢુલીથી આગળ ધમેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. સજનપર વાળાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમાડાતો હોવાની હકીકતના આધારે ટંકારા પોલીસે દરોડો પાડયો હતો જેમાં (૧) રણજીતસિંહ હરદેવસિંહ ઝાલા ઉ.વ.૩૮ રહે, વાંકાનેર (૨) મુકેશભાઇ ભોગીલાલ શાહ ઉ.વ.૫૫ રહે.વાંકાનેર (૩) કેતનભાઇ નાનજીભાઇ ગોહેલ ઉ.વ.૩૪ રહે.વાંકાનેર (૪) મનીષભાઇ છગનભાઇ ઉ.વ.૩૯ રહે.વાંકાનેર (૫) ભુપેન્દ્રસિંહ રણધીરસિંહ જાડેજા ઉ.વ.૩૦ રહે. વાંકાનેર (૬) ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે-સજનપર વાળાને જુગાર રમતા ઝડપી લીધા હતા.અને તેમના વિરુધ્ધમા જુગાર ધારા કલમ- ૪,૫ મુજબ કાર્યવાહી કરેલ હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા રૂ.૫૦,૫૦૦/- તથા ઇકો કાર કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ. કી.રૂ.૧,૫૦,૫૦૦/- ના મુદામાલ કબજે કરેલ છે.

- text

જુગારના દરોડાની કામગીરી ટંકારાના પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડ ના પો.હેડ.કોન્સ. વીજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ ભાવેશકુમાર ધીરજલાલ વરમોરા તથા સાહીદભાઇ સીદીકી તથા વીપુલભાઇ ગગુભાઇ બાલાસરા તથા પો.કોન્સ,મયુરભાઇ મસરૂભાઇ ઝાપડા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા તથા પો.કોન્સ કૌશિકભાઇ પેઢડીયા એ રીતેના પોલીસ સ્ટાફએ સફળ કામગીરી કરેલ હતી.

- text