અમારી વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરી કહી યુવાનને ધોકાવ્યો

- text


હળવદ બસસ્ટેન્ડ પાસે બનેલા બનાવમાં ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ શહેરમાં રહેતા યુવાને પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાને હળવદ બસ સ્ટેન્ડ પાસે આંતરી વિપુલ કાનજી, ગડુ ઉર્ફે હિમત કાનજી રહે બંન્ને હળવદ બસસ્ટેન્ડપાછળ તથા મહેશ રહે.મુળ સડલા ગામ તા મુળી હાલ સુરેન્દ્રનગર વાળાએ તે અમારી વિરુદ્ધ કેમ પોલીસમાં અરજી કરી છે કહી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે હળવદ પોલીસે ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાની ફરિયાદને આધારે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text