મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 12,050ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી અયોધ્યાપુરી રોડ ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કિશન ઉર્ફે બિન ભીખાભાઇ મેવાડા, રહે.મોરબી રાવલ શેરી નવાડેલા રોડ, તૌફીકભાઇ ગુલામભાઇ અજમેરી, રહે.મોરબી મહેન્દ્રપરા જડેશ્વર મંદીરની સામે, નુરમામદભાઇ જુસબભાઇ કટીયા, રહે.મોરબી અયોધ્યાપુરીરોડ મચ્છુમાતાના મંદીર સામે અને અલ્તાફભાઇ યુનુસભાઇ અજમેરી, રહે.મોરબી વાવડીરોડ ભગવતીપરા મેઇન રોડ વાળાને ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 12,050 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text