વાંકાનેરના ઢુંવામાં ધંધામાં કેમ આડો આવશ કહી યુવાનને લમધારી નાખ્યો

- text


મહિલા સહિત ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે ધંધામાં કેમ આડો આવશ કહી ગેરજ સંચાલકને એક મહિલા સહિત ત્રણે લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા નજીક એકે હોટલ પાસે ગેરેજ ધરવતા મૂળ ભાટીયા સોસાયટીના રહેવાસી રીઝવાન અયુબભાઇ ખોખરને આરોપી તોફીક આદમ લધાણી, ફીરઝાના ઉર્ફે કીરણ તોફીક લધાણી અને અરવિંદસિંહ ગોહીલ રહે.બધા નવા ઢુવા વાળા નામના ઈસમોએ તું અમારા ધંધામાં કેમ આડો આવશ કહી લોખંડના પાઇપ વડે માર મારતા ઇજાઓ પહોંચી હતી.

- text

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે રીઝવાન અયુબભાઇ ખોખરની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text