મોરબીના ઉમા પાર્ટી પ્લોટ નજીકથી વિદેશી શરાબની મોંઘીદાટ બે બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોરબી પોલીસ સક્રિય બની દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી છે ત્યારે ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ મોરબી રોડ ઉપર ઉમા પાર્ટી પ્લોટ નજીકથી મોંઘીદાટ વિદેશી શરાબની બે બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ – મોરબી રોડ ઉપર આવેલ ઉમા પાર્ટી પ્લોટ નજીકથી શનાળાના નીતિ નગરમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાને બ્લેન્ડર પ્રાઈડ સીલેકશન પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ.1 કિમત રૂપિયા 520 તેમજ જેમસ્ન ટ્રીપલ ડીસ્ટીલેડ આઈરીસ વ્હીસ્કીની બોટલ નંગ-1 કિમત રૂ.1000 મળી કુલ 1520ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text