મોરબીમાં એક્ટિવામાં દારૂની બોટલ લઈને નીકળેલ એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબી વિશિપરાથી ગોરખીજડિયા જવાના રસ્તેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે એક્ટિવામાં દારૂની બોટલ લઈને નીકળેલા એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સ પોલીસને જોઈ નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરાથી ગોરખીજડિયા જવાના રસ્તેથી સીટી બી ડિવિઝન પોલીસે ડબલ સવારી એક્ટિવાને અટકાવી તલાસી લેતા એક્ટિવાની ડેકીમાથી રોયલ ચેલેન્જ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 520 મળી આવ્યો હતો.

- text

આ મામલે પોલીસે એક્ટિવા ચાલક માવજીભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ પરબતભાઇ ડાંગર, રહે. હાલ-મોરબી વીશીપરા યમુનાનગર મુળ રહે-જસાપર તા-માળીયા(મી)ને અટકાયતમાં લીધો હતો જ્યારે પોલીસ કાર્યવાહી દરમિયાન સાગરભાઇ ધીરૂભાઇ ચાવડા રહે હાલ-મોરબી વીશીપરા યમુનાનગર મુળ રહે-મયુરનગર વાંટાવદર તા.હળવદ જી.મોરબી વાળો નાસી જતા રૂપિયા 70 હજારનું એક્ટિવા કબ્જે કરી પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text