મોરબીના વાવડી રોડ ઉપર 24 બોટલ દારૂ સાથે સાવન પકડાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સુમતીનાથ સોસાયટીમાંથી પોલીસે વિદેશી દારૂની 24 બોટલ સાથે સાવન નામના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે સાવનભાઇ અજયભાઇ ગોસ્વામી, રહે. વાવડી રોડ કબીરઆશ્રમ નજીક ગાયત્રીનગર શેરી નં -૨ વાળાને મેકડોવેલ નંબર વન વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text